વૃક્ષો અન્યના સુખ માટે છાંયો માપે છે. પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાને
પોતાના ફળ આપે છે. પરોપકારી મનુષ્યો એવા જ હોય છે. જો આ નાશવંત કાયાનો ઉપયોગ પરોપકારાર્થે
ન થવાનો હોય તો તેની ઉપયોગીતા શી ? સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે છે. શેરડી જેમ
વધારે પિલાય તેમ વધારે રસ આપે સોનું જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધારણ કરે. ઉદાર મનુષ્યો પ્રાણાને
પણ પોતાના સદ્ગુણો ત્યજતા નથી. જે બીજા માટે જીવતો નથી. તેનું જીવન નિરર્થક છે. જીવવા ખાતર જીવવું એ
તો કાગડા કૂતરાનું જીવન છે. જેવો સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે.
વૃક્ષો અન્યના સુખ માટે શું કરે છે ?
નાશવંત કાયાની ઉપયોગીતા ક્યારે નકામી છે ?
કોણ પ્રાણાન્ત પોતાના સદ્ગુણો ત્યજતું નથી ?
આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો​